fbpx

UNICEF Representative in India Dr. Yasmin Ali Haque visits GUSEC

UNICEF Representative in India Dr. Yasmin Ali Haque visits GUSEC

UNICEF Representative in India interacts with Children Innovators at Gujarat University

 

December 16, 2019, Ahmedabad: As part of the ongoing Children’s Innovation Festival (CIF) organised by GUSEC and UNICEF, Gujarat University hosted UNICEF Representative in India Dr Yasmin Ali Haque at Gujarat University Startup and Entrepreneurship Council (GUSEC) today.

Dr Haque met with Prof Himanshu Pandya, Vice-Chancellor of Gujarat University and both discussed possible synergies between UNICEF India and Gujarat University on various issues including Entrepreneurship, Skill Development and UN SDGs. Later, Dr. Haque visited University’s startup council and interacted with CIF’s innovators along with other GUSEC startups.

Speaking after interacting with innovators at GUSEC, Dr Yasmin Ali Haque, UNICEF Representative in India said, “The innovations from young innovators part of  Children Innovation Festival is really inspiring and encouraging. It is good to see children are thinking differently and they are eager to find solutions for complex societal problems.. Such initiatives to promote Children’s innovations exposes Children to different wavelengths right from a young age to improve their skills and it makes them choose the right decision way ahead. It is nice to see how GUSEC is supporting  these innovations with all possible help.”’

CIF is a first of its kind initiative to offer a platform to children led innovations organised by GUSEC in partnership with UNICEF. The initiative is to identify, nurture and support children’s innovations in the state. The top 30 selected teams with innovative ideas & products will also exhibit their ideas at the CIF Conclave with multiple stakeholders followed by a felicitation ceremony. The selected team has 41 boys and 22 girls and the youngest one is from class 5th. The final 30 has a representation of 9 districts of Gujarat.

On CIF, Prof Himanshu Pandya, Vice-Chancellor, Gujarat University, said, “With Children’s Innovation Festival, GUSEC is tapping innovative ideas from school students right from their schooling life so that their feasible innovative solutions can be mentored from early-stage. Platforms like CIF provides motivation to these young minds in pursuing out-of-the-box thinking and taking entrepreneurship as a career.”

The ideas received for the festival belonged to various sectors such as Artificial Intelligence, Energy conservation, Education, Agriculture, Environment and several others. Some of the innovative ideas were development of a device for Alzheimer patients to locate their misplaced things by using wireless network-based technology, designing a smart stick for blind people to caution them of any obstacles ahead in their paths, development of a smart sensor-based system to update the farmer of the actual conditions of the farm soil and many more.

CIF is being organised with the support of UNICEF, which is fully committed to working with the Government of India to ensure that each child born in this vast and complex country gets the best start in life, thrives and develops to his or her full potential. Supporters and partners of the initiative include the National Science and Technology Entrepreneurship Development Board (NSTEDB), Government of India;  Atal Innovation Mission – NITI Aayog, Government of India, Education Department, Government of Gujarat, GUJCOST, TiE Ahmedabad, Motwani Jadeja Family Foundation, YJ Trivedi & Co. and PDPU Centre for Communication of Child Rights.

 

Photos: http://bit.ly/unicef-chief-visit

Media Contact: Malay Shukla – AVP, GUSEC – 98246 14411


GUSEC ની UNICEF ના ભારત ખાતેના પ્રતિનિધિએ મુલાકાત લીધી

UNICEF ના ભારત ખાતેના પ્રતિનિધિએ ગુજરાત યુનિવર્સિટી ખાતેના બાળ ઇનોવેટર્સ સાથે કર્યો વાર્તાલાપ  

ડીસેમ્બર 16, 2019, અમદાવાદ: GUSEC અને UNICEF દ્વારા ચાલી રહેલા ચિલડ્રન ઇનોવેશન ફેસ્ટિવલના ભાગરૂપે UNICEFના ભારત ખાતેના પ્રતિનિધિ ડો યાસ્મિન અલી હક ગુજરાત યુનિવર્સિટી સ્ટાર્ટઅપ એન્ડ ઓન્ત્રપ્રીન્યરશીપ કાઉન્સિલ GUSEC ખાતે ગુજરાત યુનિવર્સિટીના મહેમાન બન્યા હતા. 

ડો હક ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રો હિમાંશુ પંડ્યાને મળ્યા હતા અને તેમણે UNICEF અને GUSEC વચ્ચે સહકારના સંભવિત ક્ષેત્રો, જેવા કે ઉદ્યોગસાહસિકતા, કૌશલ્યવર્ધન તેમજ સંયુક્ત રાષ્ટ્રના  સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (UN SDG) બાબતે ચર્ચા વિચારણા કરી  હતી. તે પછી તેમણે GUSECની  મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે ચિલ્ડ્રન ઇનોવેટર્સ ઉપરાંત GUSECના સ્ટાર્ટઅપ્સ સાથે વાર્તાલાપ કર્યો હતો.

GUSEC ખાતે ઇનોવેટર્સ સાથે વાતચીત કર્યા બાદ ડો યાસ્મિન અલી હકે જણાવ્યું હતું કે, ઇનોવેશન ફેસ્ટિવલના ભાગરૂપે ઇનોવેટર્સ દ્વારા રજૂ કરવામાં આવેલા ઇનોવેશન્સ પ્રેરણાદાયી તેમજ પ્રોત્સાહજનક છે. બાળકો અલગ રીતે વિચારે છે તે ખૂબ સારુ છે. તે દ્વારા તેઓ સમાજના જટિલ પ્રશ્નોનો ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. બાળકોના ઇનોવેશન્સને આ રીતે ટેકો અપાતા તેઓ વૈવિધ્યસભર બાબતો અને લોકો સાથે ખૂબજ નાની ઉમરે સંપર્કમાં આવે છે. આનાથી તેમનું કૌશલ્ય વધશે અને આગળ જતા તેમને સાચી દિશામાં કારકિર્દી બનાવવામાં મદદ મળશે. GUSEC આ બાળ ઇન્વેસ્ટર્સ ને તમામ સંભવિત સહાય કરી રહી છે તે જોઈને ખૂબ આનંદ થયો.

GUSEC અને UNICEF દ્વારા આયોજીત સીઆઇએફ એ બાળ ઇનોવેટર્સને પ્લેટફોર્મ આપવાની નવતર પહેલ છે. રાજ્યના બાળકોના ઇનોવેશનને શોધીને તેમને ટેકો આપીને આગળ લઈ જવાનો તેનો આશય છે. ટોચના 30 ઇનોવેશન્સને સીઆઇએફ  કોન્ક્લેવમાં રજૂ કરવામાં આવશે અને તેમને સન્માનિત કરવામાં આવશે. આ પ્રસંગે સ્ટાર્ટઅપ અને ઇનોવેશન ઇકોસીસ્ટમ સાથે સંકળાયેલા અનેક સ્ટેકહોલ્ડર્સ પણ ઉપસ્થિત રહેશે. પસંદ કરવામાં આવ્યા તે ઇનોવેશન્સમાં 41 છોકરાઓ અને 22 છોકરીઓ છે. સૌથી નાની વયનો વિદ્યાર્થી ધોરણ-5માં અભ્યાસ કરે છે. આ 30 ઇનોવેશન રાજ્યના 9  જિલ્લાનું પ્રતિનિધિત્વ કરે છે.

ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રો. હિમાંશુ પંડ્યાએ જણાવ્યું હતું કે, “ચિલ્ડ્રન્સ ઇનોવેશન ફેસ્ટિવલ થકી, GUSEC તેમના શાળાકીય જીવનથી જ સ્કૂલના વિદ્યાર્થીઓ પાસેથી નવીન વિચારોને ઢાળી રહ્યું છે, જેથી પ્રારંભિક તબક્કે તેમના વ્યવહારુ નવીન ઉકેલો માર્ગદર્શન આપી શકે. સીઆઈએફ જેવા પ્લેટફોર્મ, આ યુવા દિમાગને આઉટ ઓફ  ધ બોક્સ થીંકીંગ વિચારવાની અને કારકિર્દી તરીકેની સાહસિકતા લેવામાં પ્રેરણા પૂરી પાડે છે.”

ફેસ્ટિવલ દરમિયાન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ,  ઊર્જા સંરક્ષણ, શિક્ષણ, કૃષિ, પર્યાવરણ સહિતના ક્ષેત્રોને લગતા આઇડિયાઝ રજૂ કરવામાં આવ્યા હતા. તેમાં અલ્ઝાઇમર્સ ની બીમારી ના દર્દીઓ માટે ખોવાયેલી વસ્તુઓ  શોધવા માટે વાયરલેસ ટેક્નોલોજી આધારિત ઉપકરણ, પ્રજ્ઞાચક્ષુઓને ચાલતી વખતે આગળ રહેલા અડચણોની ચેતવણી આપતી સ્માર્ટ સ્ટિક, ખેડૂતોને જમીનની સ્થિતિની વાસ્તવિક સ્થિતિ  જણાવતી સેન્સર આધારિત સીસ્ટમ્સ સહિત અન્ય આઇડિયાઝનો સમાવેશ થાય છે. 

સીઆઇએફનું આયોજન યુનિસેફના ટેકાથી થયું છે. આ વિશાળ અને વૈવિધ્યસભર દેશમાં જન્મેલા  દરેક બાળકને જીવનમાં સાચી દિશા મળે, તેમજ તેની પૂરેપૂરી ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે માટે  ભારત સરકાર સાથે કામ કરવા યુનિસેફ કટિબદ્ધ છે. સીઆઇએફમાં ભારત સરકારના નેશનલ સાયન્સ એન્ડ ટેક્નોલોજી ઓન્ત્રપ્રીન્યરશીપ ડેવલપમેન્ટ બોર્ડ (એનએસટીઇબી), નિતિ આયોગના અટલ ઇનોવેશન મિશન, ગુજરાત  સરકારના શિક્ષણ વિભાગ, ગુજકોસ્ટ, ટાઇ- અમદાવાદ, મોટવાણી – જાડેજા ફેમિલી ફાઉન્ડેશન, વાય જે ત્રિવેદી એન્ડ કંપની, અને પીડીપીયુ સેન્ટર ફોર કમ્યુનિકેશન ઓફ ચાઇલ્ડ રાઇટ્સનો ટેકો અને ભાગીદારી રહી હતી.

ફોટા: http://bit.ly/unicef-chief-visit મિડિયા કોન્ટેક્ટ મલય  શુક્લ – એવીપી – જીયુસેક- 98246 14411