Indian School of Economics to be set up at Gujarat University: Principal Economic Advisor- Sanjeev Sanyal
AHMEDABAD, FEBRUARY 12, 2020: A new world-class teaching and research institute for higher economic studies – Indian School of Economics – will be set up in collaboration with Gujarat University in the University, principal economic advisor for the government of India, Shree Sanjeev Sanyal said here on Wednesday.
During his visit to Gujarat’s largest university, Shree Sanjeev Sanyal gave a special lecture at Gujarat University Senate Hall on ‘The Revolutionaries: A Retelling of India’s History’ bringing a novel perspective about the freedom-fighters of the country. Notable dignitaries, research scholars, students, faculty, GUSEC start-ups and stakeholders of start-up ecosystem were present during the lecture.
Later on, he visited Gujarat University Start-up and Entrepreneurship Council (GUSEC), a start-up support system, pre-incubation centre and incubator of Gujarat University to get information about the efforts undertaken by GUSEC to support student entrepreneurs, innovators, and start-ups. It is first of its kind of start-up incubator set up by a non-technology institute of higher studies. He interacted with a start-ups supported by GUSEC and spoke to them about their ideas, innovations, business plans and avenues for growth. He also appreciated the efforts put in by the founders of start-ups and proactively suggested measures which can put them into a larger orbit. He suggested ideas for scaling up their companies and marketing strategies leveraging platforms like YouTube for advertisements, which can help them, reach a new set of customers.
Mr. Sanyal also chaired a roundtable discussion with stakeholders of the Gujarat University which included group CEO of GUSEC and PIER foundation Mr. Rahul Bhagchandani, CEO of AIC-GUSEC Mr. Dheeraj Bhojwani, Joint Co-ordinator of GUSEC Dr. Ravi Gor as well as the staff of GUSEC, faculty members and start-ups.
He later visited Gujarat University Research Park and state-of-the-art sports complex, coming up on the University campus right in the heart of Ahmedabad city.
Media Queries:
Mr Malay Shukla, Associate Vice-President (Growth), +91 98246 14411
ગુજરાત યુનિવર્સિટીમાં ઇન્ડિયન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ શરૂ કરાશેઃ સંજીવ સન્યાલ
અમદાવાદ, ફેબ્રુઆરી 12, 2020: અર્થશાસ્ત્રમાં ઉચ્ચ અભ્યાસ માટે ગુજરાત યુનિવર્સિટી સાથે ભાગીદારીમાં યુનિવર્સિટી ખાતે ઇન્ડિયન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ શરૂ કરાશે, તેમ દેશના અગ્ર આર્થિક સલાહકાર (પ્રિન્સિપલ ઇકોનોમિક એડવાઇઝર) સંજીવ સન્યાલે બુધવારે જણાવ્યું હતું.
ગુજરાત યુનિવર્સિટીની મુલાકાત દરમિયાન તેમણે યુનિવર્સિટીના સેનેટ હોલ ખાતે ‘ધ રિવોલ્યુશ્નરિઝ: અ રિટેલિંગ ઓફ ઇન્ડિયાઝ હિસ્ટ્રી’ વિષય પર સ્વતંત્રસેનાનીઓ અંગેની વિગતો નવીન દ્રષ્ટિકોણથી રજૂ કરી હતી. આ પ્રસંગે રિસર્ચ સ્કોલર્સ, વિદ્યાર્થીઓ, ફેકલ્ટી, જીયુસેકના સ્ટાર્ટ-અપ્સ, સ્ટાર્ટ-અપ જગતના અન્ય હિતધારકો તેમજ ગણમાન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ પછી તેમણે ગુજરાત યુનિવર્સિટી સ્ટાર્ટ-અપ એન્ડ ઓન્ત્રપ્રીન્યરશીપ કાઉન્સિલ (જીયુસેક)ની મુલાકાત લીધી હતી. જયુસેક એ સ્ટાર્ટ-અપ્સને પ્રોત્સાહન અને ટેકો આપતું, ગુજરાત યુનિવર્સિટીનું પ્રિ-ઇન્ક્યુબેશન સેન્ટર છે. કોઈ નોન-ટેક યુનિવર્સિટી આ પ્રકારનું સ્ટાર્ટ-અપ ઇન્કયુબેટર શરૂ કર્યું હોય તેવી આ અનેરી પહેલ છે. શ્રી સન્યાલે અહીં જીયુસેકના સ્ટાર્ટ-અપ્સ સાથે ઇનોવેટિવ અને બિઝનેસ આઇડિયાઝ, બિઝનેસ પ્લાન્સ અને વૃદ્ધિના અવકાશ અંગે વાર્તાલાપ કર્યો હતો. સ્ટાર્ટ-અપ્સને તેમની કામગીરી બદલ પ્રોત્સાહન આપવાની સાથે સ્ટાર્ટ-અપ્સ કઈ રીતે વૃદ્ધિના નવા આયામ હાંસલ કરી શકે તે અંગે માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું. નવા ગ્રાહકો સુધી પહોંચવા માટે સ્ટાર્ટ-અપ્સે યુટ્યુબ જેવા પ્લેટફોર્મ પર પોતાનું માર્કેટિંગ કરવું જોઈએ તેવી શિખામણ પણ તેમણે આપી હતી.
શ્રી સન્યાલે ત્યાર બાદ એક રાઉન્ડટેબલ ડિસ્કશનનું પ્રમુખપદ સંભાળ્યું હતું. તેમાં જીયુસેકના ગ્રૂપ સીઇઓ અને પિઅર ફાઉન્ડેશનના સીઇઓ રાહુલ ભાગચંદાની, એઆઇસી-જીયુસેકના સીઇઓ ધીરજ ભોજવાણી, જીયુસેકના જોઈન્ટ કો-ઓર્ડિનેટર ડો. રવિ ગોર, યુનિવર્સિટીની ફેકલ્ટીઝ, સ્ટાર્ટ-અપ્સ તેમજ જીયુસેકના સ્ટાફે ભાગ લીધો હતો.
તેમણે ગુજરાત યુનિવર્સિટી રિસર્ચ પાર્ક અને તૈયાર થઈ રહેલા અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પેક્સની પણ મુલાકાત લીધી હતી. આ તમામ પ્રોજેક્ટસ શહેરના મધ્યમા આવી રહ્યાં છે.
મિડિયા અંગેની પુછપરછ માટેઃ
મલય શુક્લ, એસોસિએટ વાઇસ-પ્રેસિડન્ટ (ગ્રોથ), +91 98246 14411